પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ પૂરા કરી શકે અને નવા કર્મ બંધાય નહીં, એવું કંઈક અનુભવજ્ઞાન અને સમજ આપવાની પરમ પૂજ્ય દાદાભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય. તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો. જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય. સાથે સાથે જૂઠા, ઊંધું બોલનારા, છેતરનારા, પોલીસવાળા, એવા જાતજાતના લોકો પણ ભેગા થાય. એ બધા સાથે વ્યવહાર કરવાનો અને રાગ-દ્વેષ નહીં કરવાના. દરેકની પ્રકૃતિ ઓળખી એડજસ્ટમેન્ટ લેવા પડે. તે આવા બધા અનુભવો લઈને તે અનુભવોનો નિચોડ જગતને આપી શક્યા. જગતના લોકોની રોજબરોજની મૂંઝવણો જેમ કે ઉઘરાણી પાછી ના આવે, ધંધામાં ખોટ આવે, ભાગીદાર વિશ્વાસઘાત કરે, ભાગીદાર સાથે વિવિધ એડજસ્ટમેન્ટ લેવા પડે આવા વિધ વિધ સંયોગોની હારમાળમાંથી દાદાશ્રી પોતે વીતરાગભાવે પસાર થયા હતા. જ્યારે આ જ બધા વ્યવહારોમાં જગતના લોકો અજ્ઞાનતાથી રાગ-દ્વેષ કરી દુઃખી થાય અને કર્મ બાંધે. જ્યારે પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે ! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.
- Women's History Month 2025
- Women Write Fiction
- New eBook additions
- Available now
- Most popular
- Childhood Classic eBooks
- Dyslexia
- Unmissable Picture Books
- Try something different
- Crime Doesn't Pay
- Novella & Short Story Classics
- Read-Along
- Out-of-this-world Sci-Fi
- See all ebooks collections
- Women's History Month 2025
- Women Write Fiction
- New audiobook additions
- Books on Film
- Try something different
- Available now
- Read by a Celeb
- Most popular
- New kids additions
- New teen additions
- Interesting Lives: Memoirs & Biographies
- Crime Doesn't Pay
- Popular Audiobooks
- See all audiobooks collections